નવી દિલ્હી: કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો માટે આજનો દિવસ મહત્વનો છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે ખેડૂતોની વાતચીત હાલ ચાલુ છે. આ બધા વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. અત્રે જણાવવાનું કે ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યાં. પંજાબ સહિત દેશના અનેક રાજ્યોના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest LIVE: સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત ચાલુ, 40 ખેડૂત નેતાઓ સામેલ


અમરિન્દર બોલ્યા-જલદી નીકળે સમાધાન નહીં તો દેશની સુરક્ષાને જોખમ
ખેડૂત આંદોલન પર વાતચીત માટે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા. અમરિન્દર સિંહે શાહ સાથે મુલાકાત બાદ કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ચાલુ છે. તેમાં મારે કશું કરવાનું નથી. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે. મેં શાહ સાથેની મુલાકાતમાં મારો વિરોધ વ્યક્ત કર્યો છે અને આ મુદ્દે જલદી ઉકેલ લાવવાની માગણી કરી છે. આ સમસ્યાનું જલદી સમાધાન થવું જોઈએ કારણ કે તેનાથી મારા રાજ્યની આર્થિક સ્થિતિ અને દેશની સુરક્ષાને જોખમ છે. 


શિવસેનાએ મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધની માગણી કરી, કેન્દ્રને કરી આ અપીલ


કૃષિમંત્રી બોલ્યા પરિણામની આશા
આ બાજુ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર સતત ખેડૂતો સાથે વાત કરી રહી છે. આજે ચોથા રાઉન્ડની વાતચીત છે. અમને કઈંક સકારાત્મક પરિણામની આશા છે. 


મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો, ધુલે-નંદુરબાર local body by-election માં ભગવો લહેરાયો


40 ખેડૂત નેતા વાતચીતમાં સામેલ
અત્રે જણાવવાનું કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત શરૂ થઈ ગઈ છે. બેઠકમાં 40 ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પિયુષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગરાજ્ય મંત્રી સોમ પ્રકાશ ખેડૂતો સાથે વાતચીત માટે વિજ્ઞાન ભવન પહોંચ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube